ગાંધીનગર: આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી, નવી સુવિધાઓનું નીતિન પટેલના હસ્તે લોકાર્પણ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે 104 હેલ્થ હેલ્પલાઈન, નવી ત્રણસો ચોવીસ 108 એમ્બ્યુલન્સ અને 174 નવી ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરાયું હતું.
ગાંધીનગરમાં આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે 104 હેલ્થ હેલ્પલાઈન, નવી ત્રણસો ચોવીસ 108 એમ્બ્યુલન્સ અને 174 નવી ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરાયું હતું.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે,'આગામી બે વર્ષમા વધુ 11 હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વિકસિત કરાશે' રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી 104 હેલ્થ હેલ્પલાઇન તથા સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇનને લોન્ચ કરાઈ હતી. આ ઉપરાંત તેમણે 324 નવી 108 એમ્બ્યુલન્સનું અને ૧૭૪ નવી ખિલખિલાટ વાનનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે નિતિન પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત રીતે ત્વરિત પહોંચાડવા માટે અનેક નવી અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહયો છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, નવજાત શિશુને સારી આરોગ્ય સેવા મળે અને બાળ મૃત્યુ દર ઘટાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા ૨૮ નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ મંજૂર કરાઈ છે.