ગ્રીન ઇન્ડિયા અંતર્ગત વૃક્ષારોપણ
Live TV
-
મોરબી જીલ્લાના ખાખરેચી ગામે યોજાયેલ સામૂહિક વૃક્ષારોપણમાં ગામની વસ્તી જેટલાં વૃક્ષ વાવવાં સંકલ્પ સામૂહિક વૃક્ષારોપણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગ્રીન ઇન્ડિયા , ક્લીન ઇન્ડિયા અભિયાનમાંથી પ્રેરણા લઈ મોરબી જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા અમારું ગામ હરિયાળુ ગામ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત મોરબી જીલ્લાના ખાખરેચી ગામે યોજાયેલ સામૂહિક વૃક્ષારોપણમાં ગામની વસ્તી જેટલાં વૃક્ષ વાવવાં સંકલ્પ સામૂહિક વૃક્ષારોપણ કરાયું હતું. અમારું ગામ હરિયાળું ગામ અંતર્ગત સાદુલકા, જુના, નવાઘાંટીલા, કુભારીયા, જેતપર, વેણાસર ગામમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
ઉલ્લેખનીયછે કે અમારું ગામ હરિયાળું ગામ અભિયાન અંતર્ગત જાગૃત નાગરિકો દ્વારા આ અંગે રાત્રી સભા સહીત પ્રેરક અભિયાન કાર્યરત છે., યુએનમાં હાલ વૈશ્વિક કલાઈમેટ ચેન્જ સમિટ ન્યુયોર્કમાં ચાલી રહીછે.ત્યારે પ્રધાનમંત્રીના હોમ સ્ટેટ ગુજરાતમાં આ પ્રકારના અભિયાન નવી પ્રેરણા આપી રહ્યું છે.