ધોરણ પાંચ અને આઠના નબળા વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાશે
Live TV
-
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે લેવાયો નિર્ણય. આર.ટી.ઈ એકટ મુજબ આગામી વર્ષથી ધોરણ પાંચ અને આઠના નબળા વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરી શકાશે.
ગુજરાતના આર.ટી.ઈ એકટ મુજબ આગામી વર્ષથી ધોરણ પાંચ અને આઠના નબળા વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરી શકાશે. આ અંગેનું જાહેરનામું બહાર પડ્યું છે અને તેની જોગવાઈ 2019-20 થી અમલમાં આવશે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આર.ટી.ઈ એકટ 2009 ની કલમ 16 મુજબ હાલમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં નથી આવતા. પરંતુ કેન્દ્ર સરકારે આર.ટી.ઈ. એકટની કલમ 16 માં સુધારો થતાં રાજ્ય સરકારે પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી હતી