છ બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ક્વાયત
Live TV
-
મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઇ બેઠક, 27મી સપ્ટેમ્બરના ઉમેદવારની યાદી જાહેર થઇ શકે છે
ગુજરાતમાં હવે પૂટાચૂંટણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આગામી 21મી ઓક્ટોબરના રોજ રાજ્યની લુણાવાડા, ખેરાલુ , અમરાઇવાડી સહિતની છ બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા કવાયત હાથ ધરાઇ છે. મંગળવારે મોડીસાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપા ચૂંટણી સમિતિની બેઠક યોજાઈહતી. આ તમામ બેઠકો માટેના ભાજપના ઉમેદવારોની જાહેરાત 27મી સપ્ટેમ્બરના રોજ જાહેર થાયતેવી શક્યતા છે.