અમદાવાદના ચાંદખેડામાં SUV કાર-AMTS બસ વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ
Live TV
-
અમદાવાદના ચાંદખેડામાં SUV કાર-AMTS બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું વ્યક્તિનું મૃત્યુ
અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઓવરસ્પીડમાં જઈ રહેલી SUV કાર AMTS બસ સાથે ભટકાઈ હતી. જ્યાં એકનું એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે. મૃતકના મૃતદેહને પોલીસે પીએમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
કારચાલક સ્પીડમાં કાર ચલાવતો હતો અને સ્ટિયરીંગ પર કાબુ ના રહેતા કાર લક્ઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઇ ગઈ હતી.
કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. કારચાલકે ચાંદખેડા BRTS બસ સ્ટેન્ડ પાસે એક બાઇકને પણ ટક્કર મારી હતી.
AMTS બસ ડ્રાઈવર પ્રણવભાઈના જણાવ્યા મુજબ, ચાંદખેડા બસ સ્ટેન્ડ પર ઊભી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવતી SUV કાર બસ સાથે ભટકાઈ હતી.