નડિયાદમાં દિવ્યાંગજનો માટે યોજાઈ ક્રિકેટ મેચ
Live TV
-
નડિયાદમાં દિવ્યાંગ ક્રિકેટરો માટે વ્હીલ ચૅર ક્રિકેટ મેચ યોજાઈ
નડિયાદમાં ડુમરાલ પાસે જે.ડી.પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી.
નેક્સેસ ગ્રૂપના ધર્મેશભાઈ પટેલ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગજનો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલ ચૅર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ ચૅર ભારત-એ અને ભારત-બી એમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે યોજાઈ હતી. જેમાં સામાન્ય ક્રિકેટ મેચની જેમ જ બધા નિયમો અનુસાર મેચ રમાઈ હતી. 15 ઓવરની આ મેચમાં એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વ્હીલ ચૅર પરથી જ કરાયું હતું. અમુલ ડેરીના ચેરમેન અને નેક્સેસ ગ્રૂપ દ્વારા વ્હીલ ચૅર ફાઉન્ડેશનને રૂ.૮૦ હજારનો ચેક અર્પણ કરાયો હતો.