અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ભાજપનું નૂતન વર્ષ સ્નેહસંમેલન યોજાયું
Live TV
-
સત્તા એ સેવાનું માધ્યમ છે.ભાજપની કેન્દ્ર તથા રાજ્યોની સરકારો તે જ રીતે કાર્ય કરી રહી છે
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ભાજપના અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ તથા ગાંધીનગર લોકસભાનું સંયુક્ત નૂતન વર્ષ સ્નેહસંમેલન યોજાયું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકરોને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે 2019ની લોકસભાની ચૂંટણી ખુબ જ મહત્વની છે.સત્તા એ સેવાનું માધ્યમ છે.ભાજપની કેન્દ્ર તથા રાજ્યોની સરકારો તે જ રીતે કાર્ય કરી રહી છે.મુખ્યમંત્રીએ રાષ્ટ્રને તોડનારા પરિબળોને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કાર્યકરોને હાકલ કરી હતી.આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ સંગઠનના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, મેયર તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
