અમદાવાદમાં આગામી 24 અને 25 નવેમ્બર ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન
Live TV
-
ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય લેખકો, કવિઓ અને પત્રકારો ભાગ લેશે
હેરીટેજ સીટી અમદાવાદનાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનાં હેતુથી અમદાવાદ શહેરમાં આગામી 24 અને 25 નવેમ્બર ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ સાહિત્યની ઉભરતી પ્રતિભાઓ ખ્તાયનામ આંતરરાષ્ટ્રીય લેખકો, કવિઓ અને પત્રકારો ભાગ લેશે. વિવિધ ભાષાનાં સાહિત્યમાં ખાસ કરીને બાળકો અને યુવાનોને પ્રોત્સાહન મળે તેવા આશયથી કવિતા, ઉદ્યોગ સાહસિકતા અને આત્મવિશ્વાસ જેવા વિષયો પર, સાહિત્યરૂચિ કેળવાય તે માટે 60 થી વધુ વક્તાઓ શહેરીજનો સાથે ખુલ્લી ચર્ચા કરશે. સાથે સાથે લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને હિન્દી મુશાયરા જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે
