અમદાવાદમાં ઈન્ટરનેશનલ લિટરેટર ફેસ્ટિવલનો પ્રારંભ, 16 અને 17 નવેમ્બર બે દિવસ સુધી ચાલશે ફેસ્ટિવલ
Live TV
-
અમદાવાદ ખાતે ઇન્ટરનેશલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિપ પ્રાગટ્ય કરી ફેસ્ટીવલની શરૂઆત કરાવી હતી. અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ એ આયકન એજ્યુકેશન ફાઉન્ડેશનની પહેલ છે. આ વર્ષે 16 અને 17 નવેમ્બરે ગુજરાત નોલેજ કન્સોર્ટિયમ ખાતે આ મહોત્વ યોજવામાં આવ્યો છે. આ વખતે ઉત્સવની ચોથી આવૃત્તિ માટેની થીમ 'પર્યાવરણ' છે, જેમાં 7 આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ સહિત કુલ 60 સ્પીકરો ભાગ લેશે. ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે,આધ્યાત્મિકતા, પૌરાણિક કથા, પત્રકારત્વ તેમજ પર્યાવરણ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ વર્ષની વિશેષતા એ છે કે રુહાની સિસ્ટર્સ સાથેની એક મ્યુઝિકલ ઇવનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અધિકૃત સુફી સંગીત, ગઝલ અને કવ્વાલીઓ પ્રસ્તુત કરવામાં આવશે.