Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ઝવેરી લૂંટાયો, લાખોનું સોનું લઈ ગઠિયાઓ ફરાર

Live TV

X
  • વાસણાના અંજલિબ્રિજ પાસે લૂંટની ઘટના બની

    અમદાવાદમાં એક ઝવેરી લૂંટાયો છે..મુંબઈની જ્વેલર્સ પેઢીનો વેપારી નવીન સંઘવી ગુરુવારે વાસણા અંજલી બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મરૂન કલરની એક બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આંતર્યા હતા અને તેમને ધમકી આપી એકટીવાના ફટરેસ્ટ પાસે મુકેલા સોનાના દાગીના ભરેલા ડબ્બાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.મુંબઈથી વેપારી અઢી કિલો સોનુ લઈ અમદાવાદમાં માર્કેટિંગ માટે આવ્યા હતા.આ અંગે તેમણે વાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે..ફરિયાદમાં તેમણે જણાવ્યુ હતું કે 1 કરોડની કિંમતનુ સોનુ આશરે 2.5 કિલો હતુ..જે અન્ય વેપારીને આપવા માટે લાવ્યા હતા..ત્યારે આ મામલે તપાસમાં બન્ને આરોપીઓની શોધખોળ કરવામાં પોલીસ લાગી છે.વાસણા પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈના વેપારી પાસે લગભગ 70થી 80 લાખ લાખના સોનાની લૂંટ થયાની જાણ વેપારી દ્વારા કરવામાં આવી, પરંતુ જે જગ્યા પર ઘટના બની તે સ્થળ પાલડી પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાથી ત્યાં ફરિયાદીને લઈ જવામાં આવ્યા હતા. આ મામલાની જાણ એન ડિવિઝનના એસપીને થતા એસપી દિવ્યા રવીયા પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને સીસીટીવીના આધારે લૂંટ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply