સુરેન્દ્રનગર: ચોટીલા પંથકમાં ગીરના સાવજની ગર્જનાની ગૂંજ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથક ગીરના સાવજની ત્રાડથી ધ્રુજી ઉઠ્યો છે. ચોબારી-રામપરા ગામની આસપાસ એક સિંહ અને સિંહણ દેખાયા હોવાની વાતને વનવિભાગે સત્તાવાર સમર્થન પણ આપ્યું છે. ત્યારે મંગળવારે રાત્રિના સમયે મારણ ખાતા બે સિંહ વનવિભાગના ટ્રેકીંગ કેમેરામાં જોવા મળતા આ વિસ્તારમાં બે નહીં પરંતુ ત્રણ સિંહનો પૂરો પરિવાર આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. બુધવારે જુનાગઢ વનવિભાગના મુખ્ય વનસરંક્ષક એસ.કે.શ્રીવાસ્તવ પણ ચોટીલા દોડી આવ્યા હતા અને ચોબારી તેમજ રામપરાના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. જૂનાગઢના મુખ્ય વન સંરક્ષકનું કહેવું છે કે વનવિભાગના કર્મચારીઓ દ્વારા બંને સિંહોની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ બન્ને સિંહો છેલ્લા એકાદ અઠવાડિયાથી આ વિસ્તારમાં છે ત્યારે આ સિંહોને વાતાવરણ અનુકૂળ આવી જાય તો તે સ્થાયી પણ થઇ શકે છે.
સિંહે મંગળવારે રાતે જે પશુઓનું મારણ કર્યું હતું તેમને સરકારી નિયમ મુજબ એક ઢોર દીઠ 16,000 રૂપિયાની સહાયના ચેક આપવામાં આવ્યા છે. હાલમાં બે સિંહ હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ દ્રારા સિહની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
