Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ

Live TV

X
  • કેબિનેટની બેઠકમાં રાજ્ય કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે રજૂ કર્યો

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી.જેમાં અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હતા.રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુક્સાન પર રાજ્ય સરકારે રાહતની જાહેરાત કરી હતી.રાજ્યમાં પાક વીમો અને ખેતીના નુક્સાન માટે રૂપિયા 700 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરાઈ હતી.સાથે કેબિનેટની બેઠકમાં રાજ્ય કૃષિ વિભાગે નુક્સાનીનો સર્વે રજૂ કર્યો હતો.

    તો અમરેલીમાં યોજાયેલા સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતલક્ષી જાહેરાત કરતાં ખેડુતોને રાહતના સમાચાર આપ્યા હતા.ખેડૂતોને પાકવીમાનું યોગ્ય વળતર ચૂકવાશે તથા તમામ કૃષિ પેદાશોની ટેકાના ભાવથી ખરીદી પણ કરવામાં આવશે. માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા પેકેજને તેમણે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ ગણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply