Skip to main content
Settings Settings for Dark

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019માં વેસ્ટર્ન રિઝિયનમાં ગુજરાત પ્રથમ ક્રમે

Live TV

X
  • જળશક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019 હેઠળ પ્રશંસનીય કામગીરી કરનાર રાજ્યો તથા જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્રિય રસાયણ અને ખાદ્ય મંત્રી સદાનંદ ગૌડા, કેન્દ્રિય જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારિયાના હસ્તે વેસ્ટર્ન રિઝિયનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે આવતા તેને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા રાજ્યોમાં ગુજરાતે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે વેસ્ટર્ન રિઝિયનમાં 1 થી 3 ક્રમાંકમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓને આ સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લાએ પ્રથમ , મહીસાગરે દ્વિતીય અને પંચમહાલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. 33 જિલ્લાઓનાં 797 ગામ દીઠ એક, એમ 797 ગ્રુપ મીટીંગ , સ્થળ તપાસમાં ધાર્મિક સ્થળો, સ્કુલ, આંગણવાડી, PHC સેન્ટર, ગ્રામપંચાયત ઓફિસ, હાટ બજાર, સામુદાયિક શૌચાલયના સ્થળની ચકાસણી કરવામાં આવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply