રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજથી 16 ચેકપોસ્ટ થયા નાબુદ
Live TV
-
તમામ વાહનો સરળતાથી ચેકપોસ્ટ પરથી થઈ રહ્યા છે પસાર, ટ્રાફિકની સમસ્યા હળવી થવાની સાથે નાણા અને સમયની થઈ રહી છે બચત
ગુજરાતમાં આજથી 16 ચેકપોસ્ટ નાબુદ થઈ ગઈ છે. ત્યારે અરવલ્લીના શામળાજી પાસે રાજસ્થાન સરહદે આવેલી આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવી છે. શામળાજી ચેક પોસ્ટ બંધ કર્યા બાદ અહીં ની તમામ કચેરીઓ બંધ જોવા મળી હતી અને તમામ વાહનો સરળતાથી ચેકપોસ્ટ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. ચેક પોસ્ટ બંધ થવાથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થઈ હતી. અહીંથી દિવસભર હજારો ટ્રક પસાર થતા ટ્રકની લાંબી કતાર જોવા મળતી હતી, જેથી નાણાં અને સમયનો વ્યય થતો હતો. હવે ઓન લાઈન ટેક્ષ ભરવાની સુવિધા અમલી થવાથી ટ્રક ચાલકોની હાલાકી દૂર થઇ છે. આ ઉપરાંત અંબાજી RTO ચેક પોસ્ટને પણ તાળા મારવામાં આવ્યા હતા. સરકારનો નવો અભિગમ મધરાતથી અમલી બનતા ચેકપોસ્ટને બંધ કરવામાં આવી હતી.ચેકપોસ્ટ બંધ કરવામાં આવતા અધિકારીઓ સહિત અન્ય સ્ટાફને , બીજી ઓફિસોમાં તબદીલ કરવામાં આવ્યા હતા