અમદાવાદમાં યોજાયો અનોખો ફેશન શો, નાની બાળકીઓએ કર્યું રેમ્પ વૉક
Live TV
-
પરિમલ મોડેલિંગ એકેડેમી દ્વારા અમદાવાદ શહેરમાં એક અનોખો ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શો ની વિશેષતા એ હતી કે તેમાં ડિઝાઇન ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરની વિવિધ શાળા - કોલેજોના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.
મોટેભાગે યોજાતા ફેશન શો માં ડિઝાઇન ક્ષેત્રના જ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. જ્યારે આ ફેશન શોમાં ફેશન ડિઝાઇન ક્ષેત્રે રસ ધરાવતા અન્ય કોલેજોનાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.
આ શોમાં ભાગ લેનારા પ્રતિભાશાળી યુવાનોને તેની કેરિયર બનાવવા અને નેશનલ કક્ષાએ પ્રમોટ કરવા માટે પ્રોત્સાહન કરાશે તેમ આયોજક પરિમલે જણાવ્યું હતું.
