સુરેન્દ્રનગરઃ ઝાંખણ ગામે ત્રિદિવસીય યોગાસન ચેમ્પિયનશીપ
Live TV
-
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીના ઝાંખણ ગામે 13મી ત્રિદિવસીય નેશનલ યોગાસન ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઈ છે. આ સ્પર્ધા આવતીકાલ સુધી ચાલશે.
આ સ્પર્ધાને નિહાળવા ,કેન્દ્ર ના આયુષ વિભાગના મંત્રી શ્રીપદ નાઈક તેમજ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી, શ્રી મહેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. શ્રીપદ નાઈકે લોકોને યોગ તેમજ યોગથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઇન્ડિયન ફેડરેશન દ્વારા આયોજીત આ સ્પર્ધામાં 16 રાજ્યોમાંથી 350 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
જેમાં 220 ભાઈઓ અને 130 બહેનોનો સમાવેશ થાય છે. કેન્દ્રીયમંત્રી પદ નાઈકે લીંબડીની હોમિયોપોથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની પણ મુલાકાત લઈ ત્યાં ચાલતા અભ્યાસ ક્રમની માહિતી મેળવી હતી.
