સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર, 23 દિવસમાં થઈ 5 કરોડની આવક
Live TV
-
કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. ત્યારે છેલ્લા 23 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસે 22 લાખ 36 હજાર 82 પ્રવાસીઓએ મુલાકાત લીધી.
23 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 5 કરોડ 15 લાખ 35 હજાર નવસો 67 રૂપિયાની આવક થઇ છે. પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમની જોવાની પ્રવાસીઓએ મજા માણી હતી.
અનેક પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે તેમજ વ્યુ ગેલેરી માંથી સેલ્ફી પાડી રહ્યા છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં બન્યુ છે. મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે.
આ સાથે જ ભારતમાં આવનાર દરેક વિદેશી લોકો સ્ટેચ્યુની મુલાકાત લે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જવા માટે લિફ્ટ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
