અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે યોજાયા સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન, 1100 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
Live TV
-
અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે યોજાયા સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન થયું. હિન્દુ , મુસ્લિમ સમાજના 1100 યુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલાં. કોમી એકતા અને ભાઈચારાના ઉત્તમ ઉદાહરણ રૂપ લગ્નમાં 15 પંડિતો તથા 10 મૌલાનાએ કરાવી લગ્ન વિધિ.
અમદાવાદ શહેરમાં રીવરફ્રન્ટ ખાતે સર્વધર્મ સમૂલ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસા ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ સમૂહ લગ્નમાં હિન્દુ - મુસ્લિમ સમાજના અગિયાર સો યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ નવદંપતિઓને 15 પંડિતો અને 10 મૌલાનાએ પરંપરાગત લગ્ન વિધિ કરાવી હતી. કન્યાઓને લગ્નના કરિયાવરમાં , તમામ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી. હિન્દુ - મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આ સમૂહ લગ્નમાં , મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. સમારોહ દરમિયાન સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં હિન્દુ - મુસ્લિમો સાથે મળી રહે, અને પરસ્પર આર્થિક વિકાસ કરે , તેવા હેતુથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું , મૌલાના હબીબ અહમદે જણાવ્યું હતું.