અમદાવાદ અને ગાંધીનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરવામાં આવી
Live TV
-
આ વાનની સુવિધા અમદાવાદની સાથે સાથે રાજ્યભરની અન્ય હોસ્પિટલોમાં દાખલ થનારા અને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરવામાં આવી છે. આ વાનની સુવિધા અમદાવાદની સાથે સાથે રાજ્યભરની અન્ય હોસ્પિટલોમાં દાખલ થનારા અને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ ‘મોબાઇલ ડાયાલિસિસ વાન, ડાયાલિસિસ યુનિટ, પોર્ટેબલ આર.ઓ. બુસ્ટર વોટર સિસ્ટમ, મલ્ટિ-પેરા મોનિટર, ડે-ફિબ્રિલેટર અને કન્સ્યુમેબલ્સની આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
જેમાં ડાયાલિસિસ ઉપકરણોના બે સેટ મુકવામાં આવશે. જયારે એક હોસ્પિટલમાં દર્દીનું ડાયાલિસિસ કાર્યાન્વિત હોય. તે દરમિયાન અન્ય કોઇ હોસ્પિટલમાંથી ડાયાલિસિસ જરૂરિયાત માટે કોલ આવી જાય. ત્યારે બીજા સેટ મારફતે પણ સેવા કુશળતાપૂર્વક પુરી પાડી શકાશે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું છે કે, કોવિડ હોસ્પિટલોમાં ડાયાલાલિસની જરૂરિયાત ધરાવતા કોવિડ પોઝિટિવ દર્દીઓમાં વધારો થયો છે. તેમની ડાયાલિસિસ સેન્ટર અને હોસ્પિટલની વચ્ચે ધક્કા ખાવાની મુશ્કેલીઓને રોકવા માટે દર્દીઓને ઘર આંગણે અને હોસ્પિટલોને મદદ કરવા માટે આ સેવા શરૂ કરાઈ છે.
