Skip to main content
Settings Settings for Dark

છેલ્લા ૧૩ મહિનામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા 720થી વધુ તબીબો અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત 

Live TV

X
  • દિવસ-રાત જોયા વિના પોતાના જીવની પરવા કર્યા વિના કોઇ સામાજિક – ધાર્મિક પ્રસંગમાં પોતાની હાજરી ટાળીને ફક્ત દર્દીની સેવાને જ પ્રાથમિકતા આપી છે.

    છેલ્લા ૧૩ મહિના એટલે કે 400 દિવસથી પણ વધુ સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા સરકારી હોસ્પિટલ્સના સિનિયર તબીબોથી લઇ રેસિડેન્ટ તબીબો અને ઇન્ટર્ન તબીબો સહિતના 720થી વધુ હેલ્થ કેર વર્કર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રેરણાદાયક વાત એ છે કે આ સેવા વીરોએ ગભરાઈને ઘરે બેસવાના બદલે દર્દીઓની સેવા માટે પુન:ફરજ પર હાજર થઇને કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સિવિલના ઘણા કોરોના યોદ્ધાઓ એવા છે કે જેઓએ દિવસ-રાત જોયા વિના પોતાના જીવની પરવા કર્યા વિના કોઇ સામાજિક – ધાર્મિક પ્રસંગમાં પોતાની હાજરી ટાળીને ફક્ત દર્દીની સેવાને જ પ્રાથમિકતા આપી છે.

    કહેવાય છે કે સારા કામની હંમેશા કોઇ ને કોઇ સ્તરે નોંધ લેવાય જ છે. કોરોના ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાંથી સારવાર મેળવીને સાજા થયેલા દર્દીઓએ પણ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ પર આશીર્વચન વરસાવી રહ્યાં છે. દર્દીઓ તમામ હેલ્થકેર વર્કર્સને શુભેચ્છાઓ આપીને સતત તેમનો જુસ્સો વધારી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સે ખરા અર્થમાં પોઝિટિવિટીના સુપર સ્પ્રેડર્સ બનીને સમગ્ર હોસ્પિટલમાં સકારાત્મક વાતાવણ સર્જ્યું છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply