અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓની અનોખી પહેલ
Live TV
-
હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વૈશ્વિક મહામારીમાં પોલીસ કર્મચારીઓ, ડૉક્ટરો, હેલ્થ વર્કરો, સતત રાત-દિવસ ફરજ બજાવતા હોય છે. ત્યારે શહેરમાં ચાલી રહેલ આંશિક લોકડાઉનને કારણે બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, તેમજ કોરોના ગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને, સમયસર સવાર-સાંજ શુદ્ધ સાત્વિક જમવાનું મળી રહે તે ઉદ્દેશ સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ દ્વારા તુલસી વલ્લભ સંસ્થા અને કર્મ ફાઉન્ડેશનના સહયોગથી, ફુડ પેકેટનું વિતરણ શરૂ કરાયું છે. અમદાવાદ શહેર વિસ્તારના, શબ વાહિનીના કાર્યરત, લગ ભગ ૨૦૦ ઉપરાંતના કર્મચારીઓને સંક્રમણના ફેલાય તે હેતુસર સબ વાહિનીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પી.પી.ઈ કીટનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું.
