અમદાવાદમાં મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો નોંધાયો
Live TV
-
કોમોર્બિડ બિમારી ધરાવતા ૫૦ વર્ષથી વધુની ઉમરના દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ થાય. ત્યારે તેમને સાયનસનું ઇન્ફેક્શન થવાથી નાક અથવા આંખનો ભાગ ફંગલ ઇન્ફકેશન થી સંક્રમિત થવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. જેને "મ્યુકોરમાઇકોસીસ" કહેવામાં છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ સિવિલના ઇ.એન.ટી. વિભાગના ડૉ. કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, ડાયાબિટીસવાળા કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેઓને નાકમા તકલીફ ઉભી થાય, અને સુંગધ ન આવે તેવા દર્દીઓએ તુરંત ઇ.એન.ટી. તબીબોને બતાવવું જોઇએ. સામાન્ય સંજોગોમાં ઇ.એન.ટી. વિભાગમાં મહીના દરમિયાન મ્યુકોરમાઇકોસીસના ૧ થી ૨ દર્દીઓ આવતા હોય છે. પરંતુ છેલ્લા 15 દિવસમાં દરરોજના સરેરાશ ૧૦ જેટલા દર્દીઓ આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ્ જે.પી મોદી એ જણાવ્યું હતું કે, હાલ આ પ્રકારના દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યાં હાલ ૧૧૦ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
