અમરેલીમાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન
Live TV
-
હાલ અમરેલી પંથકના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. કમોસમી વરસાદના કારણે કેટલીક જગ્યાએ કેરીના પાકને નુકસાન થયું છે. જોકે અમરેલીના દિતલા તેમજ સાવરકુંડલા, વાસીયાળી વંડા, વિરડી ઠવી વિસ્તારમાં કમોસમી વરસાદ ની અસર ઓછી જોવા મળે છે. ત્યાં કેરીનું ઉત્પાદન સારું આવે એવી આશા છે. આ વિસ્તારની કેરી 10 દિવસમાં બજારમાં આવે તેવી શક્યતા છે. હાલ ધારી ગીર કાંઠા, ગોવિદપુર, ફાસરિયા વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં અહી કેરીનો ઉતારો ઓછો આવશે. જોકે આ વખતે કેરીના ભાવ ૧૦ કિલોના ભાવ 700થી 800 રૂપિયા રહેશે એવું ખેડૂતોનું માનવું છે. જોકે કેટલાક ખેડૂતો રાવણા અને ફણસ વાવીને સારી આવક મેળવી રહ્યાં છે.
