Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વિશ્વ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • વડોદરા 
    આજે વિશ્વ મધર્સ ડે નિમિત્તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માતા તેમજ વોર્ડમાં કામ કરતા ડોકટરો તેમજ નર્સોનુ સન્માન કરવામાં આવ્યું હતું.  હોસ્પિટલમાં ડૉ. ઓ.બી. બેલીમ એ,  વિશ્વ માતૃ દિવસ નિમિત્તે કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી માતાઓનું પુષ્પ આપીને અભિવાદન કર્યું હતુ.   હોસ્પિટલમાં કેટલીય કોરોનાગ્રસ્ત માતાઓ સારવાર લઇ રહી છે તો તેઓની સારવારમાં પોતાના જીવનની ચિંતા કર્યા વિના રાત દિવસ તેઓની સારવાર કરી રહેલ મહિલા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા વર્ગ-૪ના સફાઇકર્મી બહેનો સતત ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે.  ત્યારે આવા પ્રથમ હરોળના  કોરોના યોધ્ધા મહિલાઓને દર્દીઓ દ્વારા ગુલાબના ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે મહિલા નર્સિંગ સ્ટાફે પણ કોરોનાના દર્દીઓના મોં મીઠા કરાવ્યા હતા.

    સુરત 
    કોરોનાની બીજી લહેરનો ભોગ આ વખતે નાના બાળકો અને સગર્ભા મહિલાઓ પણ બની છે. ત્યારે સુરતની ત્રણ સગર્ભા માતાઓએ અન્ય સગર્ભા માતાઓ માટે કોરોનાકાળ દરમિયાન માનસિક રીતે મજબૂત કઈ રીતે રહેવું. તેનુ પ્રેરણા દાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે મધર્સ ડે નિમિતે આવી માતાઓ અન્ય માતાઓ માટે પ્રેરણા બની છે. આ સગર્ભાઓએ કોરોનાની મહામારીના સમયમાં ગર્ભ સંસ્કારથી બાળકનો ઉછેર કરવાનો રસ્તો અપનાવ્યો છે. જેમાં , આસિસ્ટન્ટ પ્રોફેસર એનાલી શાહે મમરા જેવી ખૂબ જ નાજુક વસ્તુ પર નવકાર મંત્ર, સંતિકરં સ્તોત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર લખ્યા છે. તો માનસી ડોબરીયાએ મસુરની  2,000 દાળના દાણા પર હનુમાન ચાલીસા 527 મસુરની દાળના દાણા પર ગાયત્રી મંત્ર અને 20 અલગ-અલગ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં સ્વામિનારાયણ મહામંત્રને લખ્યો હતો. માનસી બેન પોતે સગર્ભાવસ્થાના છઠ્ઠા મહિને કોવિડ પોઝિટિવ હતા. પણ માનસિક રીતે મજબૂત બનીને પોતાના બાળકને કઈક નવું આપવું છે આ વાતથી કટિબદ્ધ હતા. આયુર્વેદમાં પણ 5 હજાર વર્ષ પહેલાં ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ કરાયો છે..

    છોટા ઉદયપુર 
    કોરોના મહામારી દરમિયાન 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દરેક પરિસ્થિતિને પહોંચી વડવા અને લોકોની મહામૂલી જીવન બચાવવા તત્પર રહે  છે.  ત્યારે આજે મધર્સ ડે નિમિત્તે  છોટા ઉદેપુર જિલ્લામાં 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ તેમની માતાઓને વિડીયો કોલ કરી કોરોના મહામારીની જંગમા લડી રહ્યા છે એ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.  તેમની માતાઓ ગર્વ અનુભવી રહ્યા છે કે તેમના પુત્રો લોકોનું જીવન બચાવવાનુ કામ કરે છે. તેમજ  108 સંસ્થાને પણ અભિનંદન પાઠવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply