Skip to main content
Settings Settings for Dark

આણંદમાં ગ્લુકોઝનું પાણી ભરી નકલી રેમડેસિવિર વેચતો આરોપી ઝડપાયો 

Live TV

X
  • રાજ્યમાં વિવિધ જગ્યાએ રેમડેસિવિરની કાળા બજારી વધી છે.

    કોરોના મહામારીમાં એક તરફ રેમડેસિવિર ઈન્જેક્શનની માગ વધી રહી છે તો બીજી તરફ રાજ્યમાં વિવિધ જગ્યાએ રેમડેસિવિરની કાળા બજારી પણ વધી છે. આણંદ જિલ્લામાં SOGએ નકલી રેમડેસિવિર બનાવી કાળા બજારી કરનારા આરોપીની અટકાયત કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે  આરોપી આણંદમાં નકલી રેમડેસિવિર વેચવા આવવાનો છે.

    એટલે પોલીસે વોચ ગોઠવી આરોપી જગદીશ ચંદ્ર, ઉર્ફે જગો રમણભાઈ પરમારની અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 2 રેમડેસિવિર ઈન્જેક્શન, 15 ખાલી શીશીઓ, ગ્લૂકોઝની બોટલ,  1 આઈકાર્ડ સહિત , 1 લાખ 63 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે, કે  આરોપી જગદીશ ચંદ્ર ગ્લુકોઝના પાણી ભરી  નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવી તેનું વેચાણ કરતો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply