અમદાવાદ પાલિકા દ્વારા રસીકરણ માટે એક નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો
Live TV
-
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વેકસીનેશન માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરની મધ્યમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર 45 વર્ષથી ઉપર ની વ્યક્તિઓ માટે શરૂ કરવામાં આવ્યું. આ ડ્રાઈવ થ્રુ વેકસીનેશનમાં અમદાવાદના લોકો કાર મોટર સાયકલ કે, રિક્ષામાં બેસીને રસી લઈ શકે છે. આજે પહેલા દિવસે જ અહી વેકસીનેશન માટે બહોળો ઉત્સાહ જોવા મળ્યો. આ વેકસીનેશન સેન્ટરનું આયોજન આશીર્વાદ ફાઉન્ડેશન કરી રહ્યું છે. મહાનગર પાલિકાના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આ વેકસીનેશન સેન્ટરની મુલાકાત લઈ આયોજનને વધુ સુદ્રઢ બનાવ્યું હતું.
