મહેસાણાના 85 વર્ષના મક્કમ મનોબળના કેસરબાએ કોરોનાને હરાવ્યો
Live TV
-
કોરોનાની મહામારીની બીજી લહેર ખૂબ ભયંકર સાબિત થઈ રહી છે.અનેક લોકોએ મોતનાં ખપ્પરમાં હોમાઈ ચુક્યા છે. તો બીજી તરફ મજબૂત મન વાળા લોકોએ કોરોનાને હંફાવ્યો પણ છે. આજે વાત કરવી છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસાઈ ગામના 85 વર્ષના કેસરબા હઠી સિંહ ચાવડાની..85 વર્ષનાં કેસરબાએ આ ઉંમરે પણ મજબૂત મનોબળ રાખી કોરોનાને પરાસ્ત કર્યો છે. સયુંકત પરિવારમાં રહેતા 85 વર્ષના કેસર બાને થોડાક દિવસ પહેલા તાવ, શરદી અને શ્વાસ ની તકલીફ થતા તેમણે વસાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી અને કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. કેસરબાનાં દીકરાએ કેસરબાને પાટણ ધારપુર ખાતે ની કોવિડ હોસ્પિટલમા સારવાર માટે દાખલ કર્યા. જ્યા તેમને થોડાક દિવસ રાખી ને ઘરે સારવાર શરૂ કરાઈ
ધારપુર હોસ્પિટલના ડોકટર દ્વારા બતાવવામાં આવેલ સારવાર તથા ઘરે જ ઓક્સિજન આપવાનું શરૂ કર્યું. કેસરબાના મોટા દીકરા પ્રહલાદસિંહે જણાવ્યું હતું કે, મારી બાને ઓક્સિજન ની વધારે જરૂર પડતી હતી તો અમે અમારા દીકરાઓને ઓક્સિજન લેવા માટે વિજાપુર , મહેસાણા વગેરે જગ્યાએ આખો દિવસ અને મોડી રાત સુધી વારાફરતી ઉભા રહીને ઓક્સિજન ખૂટવા દેતા ન હતા. તથા બા ને જરૂરી ખોરાક, શરબત, જ્યુસ , અને ઉકાળા આપતા હતા. મારી બા મનથી મજબૂત હતા એટલે જલ્દી સાજા થયા અમે ફરીથી પાટણ બતાડી આર.ટી.પીસી આર રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો. કેસરબાએ જણાવ્યું હતું કે બીમારી તો આવે ને જાય એમાં ગભરાવાની જરૂર નથી જો તમે હિંમત રાખશો તો કોરોના જતો રહેશે માટે ગભરાયા વિના દવા અને ખોરાક લો તો કોરોના મટી જશે. કોરોના પોઝીટીવ આવતા જ હિંમત હારી જતા લોકો માટે કેસરબા પ્રેરણાદાયી વ્યકિત છે.મન કે જીતે જીત.મન કે હારે હાર..કેસરબાની જેમ મક્કમ મન સાથે જ કોરોનાનો મુકાબલો કરવો જોઈએ
