કોરોનામાં માતા પિતા પોઝિટિવ હોય તેવા બાળકો માટે ચાઈલ્ડ હોમ બનાવાશે
Live TV
-
રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને ચાઇલ્ડ હોમ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચાઇલ્ડ હોમમાં જે બાળકના માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યા હોય અને બાળકની સારસંભાળ રાખી શકે એમ ન હોય તેમને રાખવામાં આવશે. જે જિલ્લાઓમાં ચાઇલ્ડ હોમ બોયઝ અને ગર્લ્સ માટે અલગ ન હોય તેમના માટે 33 જિલ્લામાં સંસ્થાઓ નક્કી કરાઇ છે. જો બાળકને અન્ય જિલ્લામાં ચાઇલ્ડ હોમમાં મૂકવાના થાય તો છોકરી સાથે મહિલા કર્મચારી ફરજિયાત મોકલવા પડશે. આ ઉપરાંત કોરોનામાં માતા-પિતા બંનેનું અવસાન થયું હોય એવા બાળકોની યાદી બનાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
