Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ હવે ડિજિટલ માધ્યમથી દંડ વસૂલશે

Live TV

X
  • અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ હવે પીઓએસ મશીન દ્વારા દંડ વસુલ કરશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને એસબીઆઇ વચ્ચે આજે ડિજિટલ  દંડ વસુલવા અંગે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અત્યાર સુધી શહેરની અંદર થતા ટ્રાફિકના નીયમોના ભંગનો દંડ માત્ર રોકડ દ્વારા સ્વીકારવામાં આવતો હતો તે હવે પીઓએસ મશીનની મદદથી ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ભીમ એપ, યુપીઆઇ વગેરે જેવાં ડીજીટલ માધ્યમો દ્વારા પણ વસુલવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસને હાલમાં 300 જેટલાં પીઓએસ મશીન આપવામાં આવ્યાં છે અને યોગ્ય તાલીમ બાદ ટુંક સમયમાં ટ્રાફીકના પોઇન્ટ પર આ મશીનો દ્વારા દંડ વસુલાશે. નવરંગપુરામાં આવેલી ટ્રાફીક શાખા ખાતે શહેર ટ્રાફીક જેસીપી મયંકસિંહ ચાવડા અને એસબીઆઇના અધિકારીઓએ એમઓયુ પર સહી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply