અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકરમાઇકોસિસના 8 જેટલા વોર્ડ શરૂ કરાયા
Live TV
-
કોરોના બાદ મ્યુકરમાઇકોસિસે માથું ઉચક્યું છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકરમાઇકોસિસના રોજના 15 થી 20 દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. આ માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકરમાઇકોસિસના 8 જેટલા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના ENT વિભાગના વડા ડૉ.બેલાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ENT વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી રોજના 30 થી 35 જેટલા ઓપરેશન કરવામાં આવે છે. મ્યુકરમાઇકોસિસમાં થતું ફંગલ ઇન્ફેક્શન નાકના માધ્યમથી આંખ પર ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. આવા કિસ્સામાં અત્યાર સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 7 જેટલા મ્યુકરમાઇકોસિસના દર્દીઓની આંખ પણ કાઢવામાં આવી છે. ત્યારે લોકોએ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી બન્યુ છે.
