અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ રાખવાનો ટ્રસ્ટીઓએ લીધો નિર્ણય
Live TV
-
અંબાજી મંદિર હવે 4 જુન સુધી બંધ રાખવામાં આવ્યુ છે. કોરોના કેસને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટીઓએ આ અંગે નિર્ણય કર્યો છે. જો કે મંદિરમાં નિત્યક્રમ મુજબ પૂજા-અર્ચના ભટ્ટજી દ્વારા કરવામાં આવશે. ભક્તો ન આવતા હોવાના કારણે મંદિરની આસપાસના બજારોમાં ખરીદદારી બંધ છે. જેના કારણે દુકાનદારોની હાલત કફોડી બની છે. અંબાજી મંદિર અગાઉ 28 મેના રોજ ખુલ્લુ મુકાવાનું હતુ. પરંતુ લોકો એક્ત્ર થવાથી ફરી કોરોના કેસ ન વધે તે માટે હાલ પુરતુ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
