ગુજરાતમાં આજે કોરોનાનાં 2521 નવા કેસ નોંધાયા, 27 દર્દીઓના મૃત્યુ
Live TV
-
આજે રાજ્યમાં કોરોનાનાં કુલ 2 હજાર 521 કેસ નોંધાયા હતા. આ સાથે જ રિકવરી રેટ 93.36 ટકા પર પહોંચ્યો છે. મૃત્યુાંક પર નજરી કરીએ તો કોવિડના 27 દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદમાં કુલ 348 કેસ નોંધાયા છે. તો સુરતમાં 312 કેસ દાખલ થયા છે. વડોદરામાં 172 કેસ, રાજકોટમાં 190, અમરેલીમાં 80, જૂનાગઢમાં 144 કેસ દાખલ કરાયા છે. પોરબંદરમાં 66 કેસ, પંચમહાલમાં 65, જામનગરમાં 83, ભાવનગરમાં 58, ગાંધીનગરમાં 47 અને ભરૂચમાં 57 કોવિડ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રસીકરણ અભિયાન પર નજર કરીએ તો રાજ્યભરમાં 2 લાખ 36 હજાર 541 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
