અમરેલીના વાંઢ ગામે વિકરાળ આગ, તંત્રમાં દોડધામ
Live TV
-
આગ એટલી બધી વિકરાળ છે કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા જેસીબીની પણ મદદ લેવામાં આવી છે
અમરેલી જિલ્લાના જાફરાબાદના વાંઢ ગામ ખાતે આગ લાગી છે. કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી છે. અચાનક આગની ઘટનાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આગનું સ્વરૂપ વધુ વિકરાળ જોવા મળતા અમરેલીના ગયા વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાથી ફાયર વિભાગ જાફરાબાદના વાંઢ જવા રવાના થયું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે..
કારખાનામાં મોટું નુકસાન થયું હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા ખાનગી કારખાનામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગની ઘટનાની જાણ થતાં મામલતદાર, જાફરાબાદ પોલીસ અને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.