અરવલ્લીઃ ઈલેક્ટ્રો લિટરસી ક્લબ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું
Live TV
-
ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈલેક્ટ્રો લિટરસી ક્લબ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન ઠેર - ઠેર ચાલી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચૂંટણી લક્ષી જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે સૌપ્રથમવાર લિટરસી એપની અમલવારી શરૂ કરવામાં આવી છે.
હાલ પ્રાથમિક તબક્કે આ એપ્લીકેશનને નોડલ ઓફિસર તેમજ BLO સાથે જોડવામાં આવી છે. આના દ્વારા મતદારોને વિવિધ ચૂંટણીલક્ષી જાણકારી આપવામાં આવે અને આ માહિતી સોશિયલ મિડીયા થકી શેર કરી શકાય.
અરવલ્લી જિલ્લામાં આવી કુલ 363 જેટલી મતદાન સાક્ષરતા ક્લબ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં ELC અરવલ્લી એપ્લીકેશન લોન્ચ થવાની છે. જેની જાણકારી શિક્ષકો તેમજ અધિકારીઓને આપવામાં આવી હતી.
