જસદણની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ નોંધાવી ઉમેદવારી
Live TV
-
જસદણની ચર્ચિત પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા રાજ્યના પાણી-પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ વિશાળ સરઘસ કાઢીને આજે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.
તેમણે કેન્દ્રીય પ્રધાનો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમજ રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલની હાજરમાં ફૉર્મ ભર્યું હતું. તેમણે પોતાની જીતની આશા પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ, કૉંગ્રેસે હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
