અરવલ્લીઃ મેઘરજ તાલુકાની મહિલાઓએ વિસરાઈ ગયેલા ધાન્યોની ખેતી કરીને પુનઃ જીવંત કર્યા
Live TV
-
અરવલ્લીઃ મેઘરજ તાલુકાની મહિલાઓએ વિસરાઈ ગયેલા ધાન્યોની ખેતી કરીને પુનઃ જીવંત કર્યા
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાની મહિલાઓ વિસરાઈ ગયેલા ધાન્યોની ખેતી કરીને બીજ બેંક ચલાવવાની સરાહનિય કામગીરી કરે છે. વલોણા ગામે દસ મહિલાઓનું એક ગૃપ, જે વિસરાઈ અને લોકો ભૂલી ગયેલા બીજ તૈયાર કરે છે. તેઓ બાવલો, ગજરો, ચેનો, કુરી, કાંગ, જુવાર, નાગલીના જેવા બીજ તૈયાર કરે છે. આ બીજ તેઓ આસપાસના ખેડૂતોને પહોંચાડે છે.
આ મહિલાઓનું ગ્રુપ વિસરાઈ અને લોકો ભૂલી ગયેલા બીજની ખેતી કરીને બીજ બેંક ચલાવે છે. મહિલાઓનું કહેવું છે કે, જ્યારે ખેડૂતો તેમની પાસે બીજ લેવા માટે આવે છે ત્યારે વાવણી માટે જેટલા બીજ અથવા તો બિયારણ લઈ જાય છે, તેની સામે ઉત્પાદન થયા પછી બમણું બિયારણ પરત કરે છે. બીજ બૅન્કનો ધ્યેય દેશી બિયારણની ખોવાયેલી જાતોને પુનઃ જીવંત કરવાનો છે. જેથી ખેડૂતો હાઇબ્રિડ ન હોય તેવા બીજ ઉગાડી શકે.