વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પૂર્વે ગાંધીનગર ખાતે આગામી 7 ડિસેમ્બરે "સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023" યોજાશે
Live TV
-
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પૂર્વે ગાંધીનગર ખાતે આગામી 7 ડિસેમ્બરે "સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023" યોજાશે
ગાંધીનગર ખાતે આગામી 7 ડિસેમ્બરે રાજ્યમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પૂર્વે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023"યોજાશે. રાજય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર કોન્કલેવમાં 6 ડીસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતમાં રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. જેમાં દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહેશે.
મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, ભારત અને ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો તેમજ નવીનીકરણ અને સંશોધન, માર્કેટ એક્સેસ, ભંડોળ અને નાણાંકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપના પડકાર વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઇવેન્ટમાં વિવિધ સેશન્સ, માસ્ટર ક્લાસીસ અને નેટવર્કિંગની તકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપ કોન્કલેવ ભારતના સ્ટાર્ટઅપ્સની અદભુત સફળતાઓની વિવિધ ગાથાની ઉજવણી કરશે.