ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના યુવાનો માટે સ્વરોજગાર તાલીમનું આયોજન કરાયું
Live TV
-
ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો હોવાથી, અહીં કોઈ પણ ઔદ્યોગિક એકમો સ્થાપી શકાતા નથી.
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના યુવાનો માટે સ્વરોજગાર તાલીમનું આયોજન કરાયું છે. સરકારના આદિજાતી વિકાસ વિભાગના અનુદાનમાંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગુજરાત રાજ્યના સલાહકાર અને નિવૃત્ત IPS અધિકારી સિદ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના 15 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો.
સિદ્ધાર્થ ખત્રીએ આગામી વર્ષોમા જિલ્લાના 50 યુવાનો માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીમા બેઠકો મળે તેવા પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો હોવાથી, અહીં કોઈ પણ ઔદ્યોગિક એકમો સ્થાપી શકાતા નથી. જિલ્લાના લોકો માત્ર ખેતી અને પશુપાલન તેમજ પ્રવાસન ક્ષેત્ર પર જ નિર્ભર હોવાથી આ તાલીમનું આયોજન ખુબ જ સરાહનીય છે.