રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના” ના ફોર્મનું વિતરણ શરૂ કરાયું
Live TV
-
આ યોજના અંતર્ગત EWS-2 કેટેગરીના કુલ 1010 આવાસોની ફાળવણી કરવા અરજીઓ મંગાવવામાં આવી.
સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ થઇ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના” ના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે 7,665 અરજી ફોર્મનું વિતરણ થયું હતું.
આ યોજના અંતર્ગત EWS-2 કેટેગરીના કુલ 1010 આવાસોની ફાળવણી કરવા અરજીઓ મંગાવવામાં આવી છે. વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા કે તેથી ઓછી આવક ધરાવનાર અરજદાર શહેરમાં કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર ખાતે અરજી કરી શકશે.
આ આવાસો માટે આવેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવશે. આ અરજી માટેની અંતિમ તારીખ 22 ડિસેમ્બર રહેશે.