Skip to main content
Settings Settings for Dark

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ 2,074 ગ્રામ પંચાયતોના જમીન રેકર્ડનું 100 ટકા ડિજિટાઇઝેશન કરાયું

Live TV

X
  • દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ શરૂ કરવામાં આવી છે.

    દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી  અને લાભો પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ શરૂ કરવામાં આવી છે. આ સંકલ્પ યાત્રાને સમગ્ર ગુજરાતમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા અંતર્ગત ૩જી ડિસેમ્બરના રોજ રાજ્યની ૨,૦૭૪ ગ્રામ પંચાયતોના ૧૦૦ ટકા જમીન રેકર્ડનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. ૧,૫૨૦ ગ્રામ પંચાયતોમાં તમામ ૧૦૦ ટકા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. ૨,૧૬૫ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે ૧,૬૦૩ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૧,૯૧૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે. 

    વધુમાં તા. ૩ ડિસેમ્બરે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ૮૮ ગામ, ભરૂચના ૮૩, છોટાઉદેપુરના ૨૬, ડાંગના ૭૬, દાહોદના ૨૪૨, નર્મદાના ૯૦, સુરતના ૧૪૨,  વલસાડના ૯૨, મહેસાણાના ૧૦૩, પાટણના ૮૮, બોટાદના ૫૬, સુરેન્દ્રનગરના ૧૧૭, મોરબીના ૬૬, પોરબંદરના ૪૩, કચ્છના ૧૨૦, અમરેલીના ૧૦૦, રાજકોટના ૯૫, જામનગરના ૭૫, ગીર સોમનાથના ૬૦, જૂનાગઢના ૮૦, દેવભૂમિ દ્વારકાના ૩૨, ભાવનગરના ૬૬, અમદાવાદના ૫૦, આણંદના ૪૯, અરવલ્લીના ૨૧, ગાંધીનગરના ૨૨, ખેડા અને મહીસાગરના ૨૪, નવસારીના ૪૦, પંચમહાલના ૪૪, સાબરકાંઠાના ૨૪, તાપીના ૩૨, તથા વડોદરા જિલ્લાની ૬૦ મળી કુલ ૨,૩૩૦ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૭,૦૯,૮૧૯ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ ૬.૪૯ લાખથી વધુ નાગરિકોએ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ૧,૩૫,૭૧૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ૭૮,૭૭૫ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.

    આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૩,૧૫,૩૧૭ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૧,૭૧,૦૮૧ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૪૫,૧૦૮ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. 'મારૂ ભારત' અંતર્ગત કુલ ૧૯,૨૩૬ સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૫,૮૧૦ નામ નોંધવામાં આવ્યા છે. ૭,૬૪૪ મહિલાઓને ૯,૧૩૬ વિદ્યાર્થીઓને ૧,૯૫૩ રમતવીરોને તેમજ ૧,૮૫૪ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

    આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત ૧૪,૪૧૫ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવ આપ્યા છે. ૧,૪૧૭ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ  ખાસ 'સોઈલ હેલ્થ કાર્ડ' ઝૂંબેશ અંતર્ગત ૫,૫૯૩ નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા ૨૧,૦૬૨ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. ગુજરાતની ૨,૦૯૫ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે તેમ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
apply