Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના ધનસુરામાં વહેલી સવારથી જ વરસાદ

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલા દોલપુરકંપા અને દોલપુર ગામ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઇ ચુકી છે.

    અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલા દોલપુરકંપા અને દોલપુર ગામ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઇ ચુકી છે. વરસાદથી ખેતર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાથે સાથે રસ્તા પર પાણી ભરાતા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. ખેડૂતો ખરીફ પાકની વાવણીમાં જોડાયા છે. એવામાં વરસાદથી ખેડૂતો ખુશ છે તો  કેટલાક ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કરી દીધેલ છે. એવામાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી આ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. હાલમાં ખેડૂતો આ પંથકમાં ચોમાસું પાકની વાવણીમાં જોડાયા છે. સાથે ખેડૂતો ઘાસચારાની વાવણીમાં પણ જોડાયા છે. ત્યારે દોલપુર પંથકમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેથી દોલપુરકંપાના આજુબાજુના કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply