અરવલ્લીના વિકાસ માટે 1010.65 લાખના કામો મંજૂર કરાયા
Live TV
-
અરવલ્લી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે 1010.65 લાખ રૂપિયાના 749 કામો મંજૂર કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
અરવલ્લી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે 1010.65 લાખ રૂપિયાના 749 કામો મંજૂર કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં વિકાસલક્ષી કાર્યો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વર્ષ 2021-22 વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અરવલ્લી જિલ્લાના છ તાલુકાનું આયોજન મંજૂર થવાના કારણે જિલ્લામાં 749 કામો માટે 1010.65 લાખની ગ્રાન્ટનો ખર્ચ કરવામાં આવશે. આ ગ્રાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસ લક્ષી જેવા કે, સીસી રોડ, પેવર બ્લોક, ડીપ ગરનાળા, ગટર લાઈન, પાણી પુરવઠાના વિવિધ કામો, સ્મશાન ગૃહ તેમજ વીજળી ઘરને લઇને કાર્ય કરાશે. આ સાથે જ મોડાસા અને બાયડ નગર પાલિકા માટે પચ્ચીસ પચ્ચીસ લાખની ફાળવણી કરવામાં આવી હોવાનું જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું.
