Skip to main content
Settings Settings for Dark

તારાપુર-વટામણ હાઇવે અકસ્માતમાં પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની કરી ધરપકડ

Live TV

X
  • આણંદમાં તારાપુર- વટામણ હાઈવે ઉપર બુધવારના રોજ થયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગર 9 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં પોલીસે ફરાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે.

    આણંદમાં  તારાપુર- વટામણ હાઈવે ઉપર બુધવારના રોજ થયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગર 9 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં પોલીસે ફરાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. અકસ્માતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. અકસ્માતમાં મૂળ ભાવનગરના રહેવાસી 9 લોકોના મોત થયા હતા. જેમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા હતા. પોલીસે આ અકસ્માતમાં માનવવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાતના DySP ભારતીબેન પંડયાએ આરોપીને લઇને કહ્યું હતું કે, ઇન્દ્રાણાજ પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચેના જીવલેણ અકસ્માતમાં મહારાષ્ટ્રથી ભાવનગર જઇ રહેલા 9 વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. આ જીવલેણ અકસ્માત સર્જી આરોપી ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા હુમન ઇન્ટેલિજન્સ અને અન્ય સ્ત્રોતો દ્વારા આરોપી ટ્રક ડ્રાઈવર રાજેશભાઈ સીતારામ બેગલ.( રહે. કોવલીપૂર, તાલુકો-માનવર, જીલ્લો-ધાર, મધ્યપ્રદેશ )નો છે. જેમને પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply