ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા જાહેર, અસંતુષ્ટ વિદ્યાર્થીઓને મળશે પરિક્ષાની તક
Live TV
-
રાજય સરકાર દ્વારા ગઇકાલે સાંજે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ અંગે ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. તો સાથે સાથે CBSE અને ICSE બોર્ડે ગઇકાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ 12માં ધોરણના પરિણામ માટે મૂલ્યાંકનની ફોર્મ્યુલા રજૂ કરી હતી. જે સુપ્રિમ કોર્ટે માન્ય રાખી છે.
રાજય સરકાર દ્વારા ગઇકાલે સાંજે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ અંગે ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. તો સાથે સાથે CBSE અને ICSE બોર્ડે ગઇકાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ 12માં ધોરણના પરિણામ માટે મૂલ્યાંકનની ફોર્મ્યુલા રજૂ કરી હતી. જે સુપ્રિમ કોર્ટે માન્ય રાખી છે.. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું, કે વ્યાપક પ્રમાણમાં સલાહ બાદ આ મુસદ્દો તૈયાર કરાયો હતો. વધુમાં તેમણે કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું, કે, 13 તજજ્ઞોની કમિટીએ CBSEમાં માર્કસ આપવાની પક્રિયાને નિર્ધારિત કરી છે. જે અંતર્ગત 10, 11, અને 12 માં ધોરણમાં વિદ્યાર્થીઓના દેખાવને આધારે 12માં ધોરણના અંકનું મૂલ્યાંકન હાથ ધરાશે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ નહીં હોય તેમને કોરોના સંક્રમણની સ્થિતિ સામાન્ય થતા પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ફોર્મ્યુલા પ્રમાણે 31મી જુલાઇના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે.
