અરવલ્લી જિલ્લામાં દેખાઇ ‘તાઉતે’ની અસર, ખેરંચા, ધનસુરા, ભિલોડામાં વરસાદ
Live TV
-
અરવલ્લી જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર દેખાઈ હતી. જેના કારણે જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. જિલ્લાના મોડાસા, ટીંટોઈ, ખેરંચા, ધનસુરા, ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.
અરવલ્લી જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર દેખાઈ હતી. જેના કારણે જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. જિલ્લાના મોડાસા, ટીંટોઈ, ખેરંચા, ધનસુરા, ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. તો ભિલોડા, મેઘરજ સહિતના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની અસરો જોવા મળી હતી. વાતાવરણમાં ઉકળાટ થયો હતો. અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કમોસમી વરસાદથી થયો હતો. ભિલોડામાં ભારે પવન ભૂંકાયો હતો. વાવાઝોડાની અસરના લીધે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. અને આ વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયો હતો. તો ક્યાંક ભારે પવન ફૂંકાયો હતો. તો ક્યાંક સામાન્ય છાંટા પડ્યા હતા.
