Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ

Live TV

X
  • ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા નક્કી કરાયેલ ધારાધોરણ મુજબ યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં થશે

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થનાર છે. ત્યારે પૂર્વતૈયારીના ભાગ રુપે રાજ્યવેરા કમિશનર આયુક્ત શ્રી પી. ડી. વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.વિક્રાંત પાંડે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.એમ.બાબુની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ. શ્રી પી.ડી વાઘેલાએ જણાવ્યું કે “આ વર્ષે ગુજરાતમાં દોઢ કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય તેવુ સરકારશ્રીનું આયોજન છે. ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા નક્કી કરાયેલ ધારાધોરણ મુજબ યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં થશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પણ ઉજવાશે. અમદાવાદ જીલ્લાના વિવિધ હેરિટેજ અને પ્રવાસન સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.”

    જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લાની યોગ દિનની ઉજવણીની માહિતી અપતા જણાવ્યું કે “અમદાવાદ જિલ્લામાં અંદાજે 15 લાખ જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ ઉજવણીમાં શહેરના મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, શૈક્ષણિક અને સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, અને વ્યાપારિક સંગઠનો સહિત ૨૦ હજારથી વધુ શહેરીજનો જોડશે. સાથો સાથ તાલુકા કક્ષાએ પણ યોગ દિનની ઉજવણી થશે.” આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી મેહુલ દવે સહિત અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply