Skip to main content
Settings Settings for Dark

સમગ્ર ગુજરાત સહીત ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના બંદરીય વિસ્તારોમા વાયુ ચક્રાવાત સામે તંત્ર સ્ટેન્ડ ટુ પોઝીશનમાં

Live TV

X
  • નવલખી બંદરીય વિસ્તાર પર વાયુ ચક્રાવાતની સ઼ભાવના સામે તંત્ર સ્ટેન્ડ ટુ પોઝીશનમાં,એનડીઆરએફની ટીમ બંદરીય વિસ્તારમાં તાકીદની અસરથી તૈનાત

    સમગ્ર ગુજરાત સહીત ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના બંદરીય વિસ્તારોમા વાયુ ચક્રાવાતના સંભવિત એફેકટેડ વિસ્તાર માં અસરગ્રસ્તોના સ્થલાંતર,આશ્રયસ્થાન સહીત તાકીદની અસરમા પહોચી વડવા સુસજજતા અંગે  વિશેષ કરીને મોરબીવ જીલ્લાના સુપ્રસિધ્ધ નવલખી બંદર પર બે નંબરના સિગ્નલ સાથે નવલખી  પોર્ટ અને સંલગ્ન વિસ્તારમા તાકીદની પરિસ્થિતી અંગે દુરદર્શન સાથે વિશેષ વાત કરતા નવલખી પેાર્ટ ઓફીસર નિરજ હીરવાણીએ જણાવેલ.

    ઉલ્લેખનીય છે કે નવલખી વિસ્તારમા ભુતકાળમા સાયકલેાન નામના વાવાઝોડાના વિનાસ તોફાન સામે વિશેષ કરીને નવલખી બંદરીય વિસ્તાર પર વાયુ ચક્રાવાતની સ઼ભાવના સામે તંત્ર સ્ટેન્ડ ટુ પોઝીશનમાં,એનડીઆરએફની ટીમ બંદરીય વિસ્તારમાં તાકીદની અસરથી તૈનાત અને રાઉન્ડ કલેાક વોચ

    ગઇ રાત્રે ગણદેવી અને આસપાસના વિસ્તારમાં રાત્રે વાતાવરણ બદલાયુ હતું. વાદળોના ગડગડાટ વચ્ચે વીજળીના કડાકા થવા માંડ્યા હતા. રાત્રે નવેક વાગ્યાથી દોઢેક કલાક સુધી ઝરમર વરસાદ પડ્યો હતો. 

    વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક થઇ ગઇ હતી. જો કે હજુ કેરીનો મોડો ફાલ આંબા પરથી ઉતારવાનો બાકી હોય ખેડૂતોમાં ચિંતા પણ પેંઠી છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચો રહેવા છતાં વાતાવરણમાં ભારે ઘામ પડતો હતો. પરસેવાના રેલા ઉતરે એવા વાતાવરણમાં હવે રાહત જરૂર મળી છે.

    સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહી છ ત્યારે તેની અસર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. કાળઝાળ ગરમી વચ્ચે વાદળ છાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું હતું. આકાશમાં વાદળો ઘેરાવાથી વાતાવરણમાં સવારથી જ ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. વાયુ વાવાઝોડાને લઇને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને કોઇપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તૈયાર છે.

    હવામાન વિભાગ દ્વારા વાયુ વાવાઝોડાના લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે મોરબી જીલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને વાવાઝોડાને પગલે કોઈ જાનહાની ના થાય તેમજ લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેથી તંત્ર પુરતી તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે આવો જોઈએ મોરબી જીલ્લામાં તંત્ર કેવી તૈયારીઓ કરી રહ્યું છે જોઈએ આ વિશેષ અહેવાલમાં....

    મોરબી જીલ્લાના માળિયા ખાતે નવલખી બંદર આવેલ છે જ્યાં વાયુ વાવાઝોડાની અસરને પગલે બંદર ઓથોરીટી દ્વારા તકેદારીના પૂરતા પગલા ભરવામાં આવી રહ્યા છે બંદરના કેપ્ટન જણાવે છે કે બે દિવસ વાવાઝોડાને પગલે કામગીરી બંધ રાખવામાં આવી છે અને સાયક્લોનની અસર ઓછામાં ઓછી થાય તેવા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે સાથે જ લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ત્યારે માળિયા વિસ્તારના રહેવાસી જણાવે છે કે તંત્ર દ્વારા તેમને સ્થળાંતર કરવાની સુચના આપવામાં આવી છે તેના વિસ્તારમાં ૨૫૦ થી ૩૦૦ લોકો અને ૫૦ માલઢોર છે જેને સ્થળાંતર કરવા માટેની સુચના આપી દેવામાં આવી છે

    જયારે મોરબીમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે ત્યારે NDRF ના ઇન્સ્પેકટર જણાવે છે કે સૌપ્રથમ કામગીરી તેની લોકોને સ્થળાંતર કરવાની છે મોરબીના પાડા પુલ નીચે ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને માળીયાના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવાની સુચના આપી છે તો સાયક્લોન બાદ ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

    અરબી સમુદ્રમાં 110 થી 150 કિલોમીટરની ઝડપે આગળ ધપી રહેલા વાયુ વાવાઝોડાને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થયું છે. જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવાની અને જે માછીમારો દરિયામાં ગયા હોય એમેને પરત આવી જવાની સૂચના આપી દેવામાં આવી છે. 

    અરબી સમુદ્રમાં ઉઠેલું વાયુ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિએ આવી રહ્યું છે, જેના કારણે ભારે વરસાદ અને ઝડપી પવનો દરિયા કાંઠાને અને નજીકમાં નુકશાન પહોંચાડે એવી આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદું થયું છે. જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી વાવાઝોડા દરમિયાનની સ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત વિભાગો સાથે બેઠક કરી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી છે. સાથે જ દરિયા કાંઠે રહેતા લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે માછીમારી કરીને પરત ફરેલા માછીમારોને નુકશાની વેઠવી પડી શકે છે. જ્યારે આગામી બે દિવસની ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર તેમજ કાંઠાના લોકો ચિંતિત થયા છે. 

    વાયુ ચક્રવાત ની અસર ડાંગ જિલ્લા માં વર્તાઈ રહી છે ગત રોજ મોડી સાંઝે સુબીર તાલુકા  માં ગાજ વીજ સાથે વરસાદ થયો હતો  50 વર્ષીય મગન ભાઈ સંતુ ભાઈ વાઘમારે  ઝાડ નીચે  ઉભા હતા જ્યાં વીજ પાડવા થી તેમનું મૃત્યુ થયું હતું બીજા બનાવ માં વીજ ને કારણે એક પાડા નું પણ મોત થયું હતું જયારે ગાઢવી પ્રાથમિક શાળા ના પતરા ઉડી ગયા હતા આ સાથે અન્ય વિસ્તારો માં નળિયા અને ઘર ના પતરા ઉડી જવાના બનાવ બન્યા હતા આજ રોજ ડાંગ જિલ્લા નું  સમગ્ર વાતાવરણ વાદળ છાયું રહ્યું છે બપોર બાદ વરસાદ પડવા ની સંભાવના વર્તાઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply