આંધળી ચાકણનું રૂપિયા 42 લાખમાં વેચાણ કરવા નીકળેલા પાંચ શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
Live TV
-
અંધશ્રદ્ધાને કારણે સરીસૃપ જાતિના પ્રાણીઓ- સાપ તેમજ તેની પ્રજાતીઓનું નિકંદન નીકળી રહયુ છે. ત્યારે આવામાં ગેરકાયદેસર રીતે સાપનુ વેચાણ થતું હોવાની વડોદરાની GPSPC સંસ્થાને મળેલી બાતમીના આધારે વન વિભાગની ટીમે વડોદરા-સુરત હાઈવે પર એલ.એન્ડ.ટી કંપની પાસે છટકુ ગોઠવ્યું હતું. જેમાં ઇકો કારમાંથી એક આંધળી ચાકણનું રૂપિયા 42 લાખમાં વેચાણ કરવા નીકળેલા પાંચ શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમાં બીજું કોણ સંડોવાયેલું છે તેમજ અગાઉ કેટલા લોકોને આ રીતે સાપોનું વેચાણ કર્યુ છે તે વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સાપ શીડયુલ -4 હેઠળ રક્ષિત છે. બે તરફના મોઢાવાળા સાપ તરીકે જાણીતા અને આંધળી ચાકણ તરીકે ઓળખાતા આ સાપમાં ઔષધિય ગુણ હોય છે. તેમજ આ સાપ રાખવાથી ઘનલાભ થતો હોવાની અંધશ્રધ્ધાને કારણે તેનો વેપાર અને વેચાણ થતું હોય છે.