કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો આજે મુક્તિદિન, ધ્વજ ફરકાવીને કરવામાં આવી ઉજવણી
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીએ 1954માં આજે 2 ઓગસ્ટ ના રોજ પોર્ટુગીઝની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. વર્ષ 1961 માં તેનું અખંડ ભારતમાં જોડાણ થયું હતું. આજના મુક્તિદિનના કાર્યક્રમની પરંપરાગત ઉજવણી કલેક્ટર કાર્યાલય ખાતે સંદીપ કુમાર દ્વારા ધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે આ કાર્યક્રમ સાદગી પુર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના પાલન સાથે યોજાયો હતો. તેમાં ખૂબ મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં સાંસદ મોહન ડેલકર, સેલવાસ નગરપાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ રમન કાકવા અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કલેકટર સંદીપકુમાર સિંઘે પ્રદેશની વિકાસ યાત્રાની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે પ્રદેશમાં કોરોના મહામારી સામે વ્યૂહાત્મક રીતે કામ દ્વારા સૌથી ઓછો મૃત્યુ દર જાળવી રાખ્યો હોવા અંગે સ્વાસ્થ્ય વિભાગ ની કામગીરીને બિરદાવી હતી.