આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા
Live TV
-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી નથી. માત્ર પંજાબ અને રાજસ્થાન રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 135 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે આ વર્ષે ડાંગ તેમજ દાહોદ જિલ્લામાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે આ વર્ષે નવેમ્બરનાં બીજા સપ્તાહથી શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાશે તેમ હવામાન વિભાગનાં નિયામક જ્યંતા સરકારે જણાવ્યું હતું